ત્રણ ડઝનથી વધુ ઇન્ડિયન અમેરિકનો ચૂંટણીના મેદાનમાં
ત્રણ ડઝનથી વધુ ઇન્ડિયન અમેરિકનો ચૂંટણીના મેદાનમાં
Blog Article
અમેરિકામાં ત્રણ ડઝનથી વધુ ભારતીય અમેરિકનો સ્થાનિક સંસ્થાઓ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ લડી રહ્યા છે. સ્થાનિક ઓફિસો માટે રેસમાં રહેલા ભારતીય અમેરિકનોની સૌથી વધુ સંખ્યા કેલિફોર્નિયા રાજ્યમાં છે. આ રાજ્ય હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બે સભ્યો રો ખન્ના અને ડૉ. અમી બેરાને મોકલે છે. આ ઉપરાંત વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ પણ મેદાનમાં છે.
અદલા ચિસ્તી ડિસ્ટ્રિક્ટ 11 માટે કાઉન્ટી સુપરવાઈઝરની, આલિયા ચિસ્તી સિટી કોલેજ બોર્ડ સાન ફ્રાન્સિસ્કોની, દર્શના પટેલ સ્ટેટ એસેમ્બલીની, નિકોલ ફર્નાન્ડીઝ સાન માટો સિટી કાઉન્સિલની, નિત્યા રમન લોસ એન્જલસ સિટી કાઉન્સિલની, રિચા અવસ્થી ફોસ્ટર સિટી કાઉન્સિલની અને સુખદીપ કૌર એમરીવિલે સિટી કાઉન્સિલની ચૂંટણી લડી રહ્યાં છે.
તારા શ્રીકૃષ્ણન સિલિકોન વેલીમાં ડિસ્ટ્રિક્ટ 26થી કેલિફોર્નિયાની સ્ટેટ એસેમ્બલીમાં પ્રવેશવા માંગે છે.લગભગ 900,000 ભારતીય અમેરિકનો સાથે કેલિફોર્નિયા સમગ્ર દેશમાં સૌથી વધુ ભારતીય અમેરિકન વસ્તી ધરાવે છે. મિશિગન પ્રેસિડેન્શિયલ ચૂંટણીનું બેટલગ્રાઉન્ડ રાજ્ય પણ છે.
ડૉ. અજય રમન ડિસ્ટ્રિક્ટ 14 માટે ઓકલેન્ડ કાઉન્ટી કમિશનર માટે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે અનિલ કુમાર અને રંજીવ પુરી મિશિગન સ્ટેટ હાઉસ માટે ચૂંટણી લડી રહ્યા છે. પ્રિયા સુંદરેશન એરિઝોનામાં સ્ટેટ સેનેટ માટે અને રવિ શાહ સ્કૂલ બોર્ડ માટે ચૂંટણી લડી રહ્યા છે. પેન્સિલવેનિયામાં આનંદ પાટેક, અન્ના થોમસ અને અરવિંદ વેંકટ સ્ટેટ હાઉસ માટે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે નિકીલ સાવલ સ્ટેટ સેનેટમાં પ્રવેશવા માંગે છે.
ઇલિનોઇસમાં અનુષા થોટાકુરા સ્કૂલ બોર્ડ માટે અને નબીલ સૈયદ સ્ટેટ હાઉસ માટે ચૂંટણી લડી રહ્યાં છે.જો અશ્વિન રામાસ્વામી ચૂંટાઇ આવશે તો જ્યોર્જિયા સ્ટેટ સેનેટમાં ચૂંટાયેલા સૌથી યુવા વ્યક્તિ હશે.
ઓહાયોમાં, ચેન્ટેલ રઘુ કાઉન્ટી કમિશનર માટે અને પવન પરીખ કાઉન્ટી ક્લાર્ક ઑફ કોર્ટ માટે જ્યારે વર્જિનિયામાં ડેની અવુલા રિચમન્ડના મેયર માટે ચૂંટણી લડી રહ્યા છે.
ન્યૂયોર્કમાં જેરેમી કુની અને મનીતા સંઘવી સ્ટેટ સેનેટ માટે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ઝોહરાન મમદાની સ્ટેટ એસેમ્બલીમાં પ્રવેશવા માંગે છે.
ટેક્સાસમાં સ્થાનિક ઓફિસો માટે ચૂંટણી લડનારા ભારતીય અમેરિકનોમાં સિટી કાઉન્સિલ માટે આશિકા ગાંગુલી, કાર્તિક સૂરા (સ્ટેટ સેનેટ), નબિલ શિક (કાઉન્ટી કોન્સ્ટેબલ), રમેશ પ્રેમકુમાર (સિટી કાઉન્સિલ), રવિ સંદિલ (જજ), સલમાન ભોજાની (સ્ટેટ હાઉસ), શેખર સિંહા (સ્ટેટ હાઉસ), શેરીન થોમસ (જજ), સુલેમાન લાલાની (સ્ટેટ હાઉસ) અને સુમ્બેલ ઝેબ (કાઉન્ટી એપ્રેઝલ્સ કોર્ટ)નો સમાવેશ થાય છે. મેનકા ઢીંગરા વોશિંગ્ટન સ્ટેટના એટર્ની જનરલ માટે જ્યારે મોના દાસ કમિશનર ઓફ પબ્લિક લેન્ડ્સ માટે ચૂંટણી લડી રહ્યા